Thursday, January 2, 2025
HomeGujaratહળવદ:મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉ.સંધ.લી મયુર ડેરી દ્વારા વૃક્ષા રોપણનો કાર્યકમ...

હળવદ:મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉ.સંધ.લી મયુર ડેરી દ્વારા વૃક્ષા રોપણનો કાર્યકમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૧ જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ધારાસભ્ય, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, દૂધ સંઘના એમ.ડી, ડિરેક્ટરો અને પશુપાલકો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
- Advertisement -

હળવદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન હળવદ દૂધ શીત કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય અગ્રણીઓ, દૂધ સંઘના હોદ્દેદારો, કર્મચારીઓ અને દૂધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોની.પાર્ટીનાના કાયૅકરો હાજરીમાં એક હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તારને વધારવામાં મદદરૂપ થશે, શહેર અને ગ્રામ્ય પંથકમાં વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવા માટે ગ્રીન કવર વધારવામાં આવશે જેથી બધાને શુદ્ધ ઓક્સીજન મળે. આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લોકભાગીદારીથી વન મહોત્સવને જન મહોત્સવ બનાવ્યો છે. અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રાશી વન, નક્ષત્ર વન જેવા 21 વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે સપના ને સાથૅક કરવા હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં દરેક લોકો ૧૦૦૦ થી વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેનું જતન કરવવાનો સંકલ્પ કરી તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.સાથે જ જિલ્લા દૂધ સંઘ સાથે જોડાયેલી દરેક દૂધ મંડળીઓને પણ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દૂધ સંઘના ચેરમેન હંસાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા, જીલ્લા દૂધ સંઘના એમડી ગૌરવભાઈ શર્મા, રજીસ્ટાર ધર્મેન્દ્રભાઈ ગઢવી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, પાટીદાર અગ્રણી જશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ વાશુદેવભાઈ સીણોજીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા, અજયભાઈ રાવલ, રજનુભાઈ સંધાણી, વિનુભાઈ વામજા, શીક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, જીલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠ્ઠલાપરા, સુખુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ, વલ્લભભાઈ પટેલ, રમેશભાઈ ભગત, સહિતનાઓ તેમજ દુધ મંડળના પ્રમુખ-મંત્રીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા દૂધ સંઘના રજનીભાઈ પટેલ, ભુપતભાઈ તેમજ હળવદ દૂધ શીત કેન્દ્રના કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!