Saturday, May 11, 2024
HomeGujaratહળવદ નગરપાલિકાના સત્તાધીશો એ સફાઈ કામદારોને આપેલ વાયદો ચોકલેટ સાબિત થયો: કામદારોએ...

હળવદ નગરપાલિકાના સત્તાધીશો એ સફાઈ કામદારોને આપેલ વાયદો ચોકલેટ સાબિત થયો: કામદારોએ આપી દીધી કડક ચીમકી કમ ચેતવણી

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતી દ્વારા હળવદ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અગાઉના આંદોલનના વેતન બાબતે ૩૧/૦૬/૨૦૨૩ થી ૧૧/૦૭/૨૦૨૩ ના સુધી અલગ અલગ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી જેનો યોગ્ય ઉકેલ ન આવતાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કામદારોએ અધિકારી ને કડક ચીમકી ઉચ્ચારી અને ચેતવણી પણ આપી છે.

- Advertisement -
- Advertisement -

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા હળવદ નગરપાલિકા વાલ્મીકિ રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા લોકોએ ૩૧/૦૬/૨૦૨૩ થી ૧૧/૦૭/૨૦૨૩ સુધી સફાઈ કામદારોને લગતા અલગ અલગ પ્રશ્નો લઈને આંદોલન કરેલ જે આંદોલનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અરવડ નગરપાલિકાના વહીવટી અધિકારી મામલતદાર સાહેબ તેમજ રાજકીય આગેવાનીના મધ્ય સ્થિતિ સમાધાન કર્યું હતું. સમાધાનમાં મૌખિક રીતે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અધિકારીઓએ ૧૨ દિવસમાં વેતન આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ હાલ તે પ્રશ્ન બાબતે હનાકાની કરતા હોવાથી આવેદન પાઠવવામાં આવ્યું છે. જો નિકાલ નહીં થાય તો ૨૮/૧૦/૨૦૨૩ થી ૯૦ જેટલા કામદારોએ હડતાળ પર જઈ સફાઈ કામથી અળગા રહેવાનો માર્ગ અપનાવ્યો છે.તેમજ અધિકારીને રૂબરૂ માં જઇ દિવાળી પહેલા અઘટિત ઘટના બનશે તેવી પણ ચેતવણી આપતા હડકંપ મચી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!