રાજકોટમાં બનેલ સીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યા ઉપર ફાયર સેફટીના તપાસ બાબતે આદેશ આપ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીને લઈને શહેર વિસ્તારની અંદર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતીn. જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ, મોલ તેમજ હોટલ સહિત કુલ ૪૩ ઈસમોને નોટિસ પાઠવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલ, મોલ તેમજ હોટલ સહિત કુલ 43 ઈસમોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યા અનુસાર ત્રણ દિવસની અંદર ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવાની તાકીદ કરવામાં આવી છે. તેમજ એનઓસી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણ દિવસની અંદર હળવદ નગરપાલિકાને જવાબ આપવામાં આવે તે મુજબની સૂચના આપવામાં આવી હતી. તેમજ સ્કૂલ, કોલેજ, મોલ ખાનગી અને સરકારી હોસ્પિટલ દ્વારા ફાયર સેફટી નિયમોનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ બાંધકામ પરવાનગી અને જીઈબી સીઆરની જોગવાઈ મુજબ બાંધકામ કરવામાં આવેલું હોય તો તે માટેની ત્રણ દિવસમાં તાકીદ કરવા સૂચના આપવામાં આવી છે..