હળવદ નગરપાલિકાએ લાઈટ, પાણી, સેનિટેશન, ભુગર્ભ ગટર,અને બાંધકામ સંલગ્ન વિવિધ ફરિયાદનો નિવારણ લાવવા માટે હળવદવાસીઓ માટે હેલ્પલાઇન નંબર ૦૨૭૫૮ ૨૬૧૪૩૨ જાહેર કર્યો હતો. જેમાં હળવદવાસીઓ ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી શકશે, જેથી તેઓને નાકારપાલિકા ખાતે થતો ધક્કો નહિ ખાવો પડે. અને તેઓની સમસ્યાઓનો ઘરે બેઠા બેઠા જ રિવારણ આવી જશે.
મળતી માહિતી અનુસાર, હળવદ વાસીઓની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર હળવદ નગરપાલિકા દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હળવદ નગરપાલિકા દ્વાર ફરિયાદ નિવારણ હેલ્પલાઇન નંબર ૦૨૭૫૮ ૨૬૧૪૩૨ જાહેર કર્યો છે. જે નંબર પર હળવદ શહેરની જનતા કોઈપણ સમસ્યા જેવી કે, પાણી પુરવઠો, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, જેવી વિવિધ સુવિધાઓ અંગે ફરિયાદ હોય તો ફરિયાદ નોંધાવી શકશે, જે સમસ્યાનો નગરપાલિકા ૨૪ કલાકમાં નિવારણ લાવવા માટે પ્રયાસો કરશે. આ હેલ્પલાઇન નંબર થકી લોકોની ફરિયાદ સીધી જ મળતી હોવાથી તેનો સત્વરે નિકાલ પણ લાવી શકાશે. તેમ હળવદ નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.