આમ તો આપણે જોતા હોઈએ છીએ કે જ્યાં જુવો ત્યાં દીવાલો પર પાણી બચાવવા માટે ના સૂત્રો લખેલા હોય છે જેનાથી સરકાર દ્વારા લોકો માં જાગૃતિ ફેલવવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ હવે સરકાર દ્વારા હળવદ નગરપાલિકાના પદાધિકારીઓની ચેમ્બર નો દીવાલો માં પણ આવા સૂત્રો લખવા જરૂરી બન્યા છે જેથી તેઓ પણ થોડા જાગૃત બને .
કેમકે,હળવદ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ માં આવેલ નાલંદા વિદ્યાલય પાસે આનંદ પાર્ક વોટર વર્કસ માં છેલ્લા ઘણા સમયથી પાઈપલાઈન તૂટી જતા રોજ ના હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે અને એક નાનકડા તળાવ નું પણ નિર્માણ થઈ ગયું છે વધુમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં એકબાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે પીવાના પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે આ બાબતે વિસ્તાર ના લોકો દ્વારા હળવદ પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ પણ પાણી નો વેડફાટ ચાલુ જ છે .