Friday, December 27, 2024
HomeGujaratહળવદ પોલીસની કાર્યવાહી, નવા દેવળીયા ગામે જુગારના અલગ અલગ બે દરોડામાં ૨૭...

હળવદ પોલીસની કાર્યવાહી, નવા દેવળીયા ગામે જુગારના અલગ અલગ બે દરોડામાં ૨૭ જુગારી ઝડપાયા

હળવદ પોલીસ દ્વારા તાલુકાના નવા દેવળીયા ગામે જુગારના અલગ અલગ બે દરોડા પાડી ૨૭ જેટલા જુગરીઓને તીનપત્તીનો જુગાર રમતા પકડી લેવામાં આવ્યા છે. પોલીસે બંને જુગારના દરોડા દરમિયાન સ્થળ ઉપરથી કુલ ૧,૩૪,૬૦૦/-રોકડા કબ્જે કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ જુગારના દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોન્સે. વિપુલભાઈ તથા હરવિજયસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે નવા દેવળીયા ગામના શંકરના મંદિર પાસે જુગારની મહેફીલ માંડી ગંજીપત્તાના પાના વડે પૈસાની હરજીતના તીનપત્તીનો જુગાર રમી રહેલા અજય ઉર્ફે બાચકી કિશોરભાઇ દેગામા ઉવ.૨૨ રહે. મોતીનગર જુના દેવળીયા ગામ, વિજયભાઇ જયંતિભાઇ અઘારા ઉવ.૪૦ રહે. જુના દેવળીયા ગામ, કલ્પેશભાઇ ઉર્ફે બાબુભાઇ જેઠાભાઇ કલોત્રા ઉવ.૩૨ રહે.જુના દેવળીયા ગામ, અમીતભાઇ ઇશ્વરભાઇ દેગામા ઉવ.૨૦ રહે. દરબાર શેરી જુના દેવળીયા ગામ, કમલેશભાઇ કેશવજીભાઇ પરમાર ઉવ.૩૦ રહે.નવા દેવળીયા ગામ, ગણેશભાઇ કરશનભાઇ સોલંકી ઉવ.૩૫ રહે.નવા દેવળીયા ગામ, રજનીભાઇ દલસુખભાઇ ભંકોડીયા ઉવ.૩૦ રહે.નિલકમલ સોસાયટી લીલાપર રોડ મોરબી, કાળીદાસભાઇ લાલજીભાઇ સોલંકી ઉવ.૩૮ રહે.બોધ્ધનગર મોરબી, વિપુલભાઇ મગનભાઇ દેગામા ઉવ.૨૫ રહે.લીલાપર ગામ, ગૌતમભાઇ કેશુભાઇ રાઠોડ ઉવ.૩૬ રહે.લીલાપર ગામ, નરેશભાઇ બીજલભાઇ ડાંગરુચા ઉવ.૩૪ રહે.લીલાપર રોડ વિલસન પેપરમીલ સામે મોરબી, પ્રકાશભાઇ રતિભાઇ પરમાર ઉવ.૩૦ રહે.બોધ્ધનગર ફિલ્ટર હાઉસની પાસે મોરબી તથા પંકજભાઈ ડાયાભાઇ પરમાર ઉવ.૩૦ રહે.લીલાપર રોડ નીલકમલ સોસાયટી મોરબીવાળાને રોકડા રૂ.૬૯,૪૦૦/-સાથે પકડી લઈ તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નવા દેવળીયા ગામે જુગાર અંગે રેઇડ કરી હતી. ત્યારે ગામમાં આવેલ રામાપીરના મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૪ બાઝીગરને પકડી લેવામાં આવ્યા હતા. જેમાં છગનભાઇ ગોરાભાઇ મકવાણા ઉવ.૫૦ રહે.બોધ્ધનગર મોરબી, મનસુખભાઇ ભલાભાઇ જીતીયા ઉવ.૫૦ રહે. ઇન્દિરાનગર મોરબી-૨, નિતીનભાઇ ધિરજલાલ અગેચાણીયા ઉવ.૨૧ રહે.લીલાપર ગામ, દિપકભાઇ પાલજીભાઇ ચાવડા ઉવ.૨૯ રહે.રોહિદાસ પરા મોરબી, જીગ્નેશભાઇ દિનેશભાઇ પરમાર ઉવ.૨૪ રહે.લીલાપર રોડ નિલકમલ સોસાયટી મોરબી, નવઘણભાઇ જેઠાભાઇ દેગામા ઉવ.૨૬ રહે.લીલાપર ગામ, કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઇ દેગામા ઉવ.૨૭, રહે.લીલાપર ગામ, ગોપાલભાઇ કાનાભાઇ વાઘેલા ઉવ.૨૩ રહે.લીલાપર ગામ, અનીલભાઇ ધનજીભાઇ રાઠોડ ઉવ.૨૮ રહે.લીલાપર ગામ, અમરશીભાઇ બાબુભાઇ પરમાર ઉવ.૪૫ રહે.નવા દેવળીયા ગામ, રાજુભાઇ જયંતિભાઇ કગથરા ઉવ.૩૦ રહે.લીલાપર રોડ નિલકમલ સોસાયટી મોરબી, રતિલાલભાઇ ઉર્ફે રતિભાઇ અરજણભાઇ પરમાર ઉવ.૫૦ રહે.બોધ્ધનગર ફિલ્ટર પાસે, મોરબી, લલીતભાઇ રતીભાઇ પરમાર ઉવ.૨૮ રહે.બોધ્ધનગર ફિલ્ટર પાસે મોરબી તથા હિતેશભાઇ જીવરાજભાઇ પરમાર ઉવ.૩૧ રહે.લીલાપર રોડ નિલકમલ સોસાયટી મોરબીવાળાની અટક કારવવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૬૫,૨૦૦/-રોકડા રૂપિયા જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!