Wednesday, April 24, 2024
HomeGujaratચૂંટણી પગલે હળવદ પોલીસ સતર્ક બની:૫૦૩ શખ્સો સામે અટકાયતી પગલાં,૨ પાસા,૨૧૧ હથીયાર...

ચૂંટણી પગલે હળવદ પોલીસ સતર્ક બની:૫૦૩ શખ્સો સામે અટકાયતી પગલાં,૨ પાસા,૨૧૧ હથીયાર જમા કર્યા

વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે.પડ્યું ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ માટે હળવદ પોલીસ એક્શન મોડમાં આવી ગય છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે હળવદ પોલીસ સતર્ક બની. ૫૦૩ અટકાયતી પગલાં,૨ પાસા, ૨૧૧ હથીયાર જમા લીધા છે. હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં પોલીસ અને આર્મી જવાનો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સતત નજર રાખી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કાર્યરત બની છે. હળવદ સહિત સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે આગામી ૧ મી ડિસેમ્બરના દિવસે મતદાન યોજાનાર છે.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર ગ્રામ્ય ના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હળવદ પી.આઈ. એમ.વી.પટેલ,પી આઈ ડી.એમ.ઢોલ.પી.એસ.આઈ.એમ.જે.ધાધંલ, પીએસઆઇ કે.એન.જેઠવા. સહિત સ્ટાફ દ્વારા આર્મી જવાનો ને સાથે રાખી શહેરના જુદા જુદા વિસ્તારો મા કાયદો અને વ્યવસ્થા સહિત ચૂંટણીમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ના બાઝ નજર રખાઈ રહી છે.જુદી જુદી ચેકપોસ્ટ પર કડક હાથે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.સાથે સાથે વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ સતર્ક બની કાર્ય કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!