Wednesday, September 18, 2024
HomeGujaratટંકારાના ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

ટંકારાના ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

ગુજરાતનાં DGPએ સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને સુચના કરેલ હોય જેથી તેઓએ મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારા પોલીસ મથકના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં સવા વર્ષથી નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત હળવદ તરફથી અણીયારી ટોલનાકા તરફ ટ્રક લઇ આવતો હોવાની હકિકત મળતા સ્ટાફ સાથે અણીયારી ટોલનાકા ખાતે વોચ તપાસ કરતા નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!