Monday, December 23, 2024
HomeGujaratહળવદનાં બુટવડા ગામ પાસેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ...

હળવદનાં બુટવડા ગામ પાસેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ

રાજકોટ રેન્જ આઇજી રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિશન જુગારની બદીને અટકાવવા સુચના આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસની ટીમ દ્વારા હળવદ તાલુકાના બુટવડા ગામ પાસેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને કુલ રૂ.૫૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને હળવદ પી.આઇ. કે.એમ.છાસીયા સર્વેલન્સ સ્ટાફના માણસોને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી હકિકતના આધારે હળવદ તાલુકાના લીલાપર ગામથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે નદીના પુલ પાસે રેઇડ કરતા જાહેરમાંથી સંજયભાઇ મોતીભાઇ ગોલતર (રહે. બાઇસાબગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) નામના આરોપી પાસેથી ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની કુલ ૭૨ બોટલોનો રૂ.૨૭,૦૦૦/- નો ઈંગ્લીશ દારૂનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!