રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ પ્રોહિબિશન-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના કેદારીયા ગામેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ.છાસીયા, કોન્સ્ટેબલ બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા ગંભીરસિંહ વાધજીભાઇ ચૌહાણને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમીનાં આધારે હળવદ તાલુકાના કેદારીયા ગામે વોચ તપાસ ગોઠવતા કેદારીયા ગામે હળવદીયાના ધર પાસેથી એક સફેદ કલરની GJ.36.V.0936 નંબરની બોલેરો પિકઅપ પકડી પાડવામાં આવી હતી. જેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની “ROYAL STAG SUPERIOR WHISHKY”ની રૂ.૧૪,૦૦૦/-ની કિંમતની ૩૫ બોટલો તથા “ROYAL CHALLAENGE FINE RESERVE WHISHKY”ની રૂ.૩૧૨૦/-ની કિંમતની ૦૬ બોટલો મળી કુલ ૪૧ બોટલોનો રૂ.૧૭,૧૨૦/- નો મુદ્દામાલ તેમજ રૂ.૩,૦૦,૦૦૦/-ની કાર મળી કુલ રૂ.૩,૧૭,૧૨/- નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. અને ઉદયભાઇ ધીરૂભાઇ હળવદીયા (રહે.કેદારીયા તા.હળવદ જી.મોરબી) નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. જયારે અન્ય આરોપી ચેતનભાઇ ભરતભાઇ પોરડીયા (રહે. કેદારીયા તા.હળવદ જી.મોરબી) હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.