Wednesday, November 27, 2024
HomeGujaratહળવદ પોલીસે રેત માફિયા ઉપર બોલાવી તવાઈ : ચાર જેટલા ડમ્પરો ઝડપી...

હળવદ પોલીસે રેત માફિયા ઉપર બોલાવી તવાઈ : ચાર જેટલા ડમ્પરો ઝડપી ખાણ ખનીજ વિભાગને જાણ કરી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે. અને તમે પણ હળવદ પંથક ખનીજ ચોરી માટે બદનામ છે અને એમાં પણ બ્રાહ્મણી નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો થતી હોય છે. ફરિયાદો બાદ જવાબદાર તંત્ર કાર્યવાહી પણ કરે છે. ત્યારે આજ રોજ હળવદ પોલીસે દેવડીયા ચોકડી ખાતેથી રેતી વહન કરતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજ રોજ હળવદ પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે દેવડીયા ચોકડી ખાતે વોચ ગોઠવી રાખી ચાર ઈસમોને રેતી ભરેલ ટ્રેક સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં અશોક લેલન્ડ કંપનીનાં GJ.03.BT.1469 નંબરનાં ડમ્પરનાં ડ્રાઇવર મેરામભાઇ જેસીંગભાઇ રાઠોડ (રહે મયુરનગર તા. હળવદ જી.મોરબી), Tata કંપનીનાં GJ.10.TY.9720 નંબરનાં ડમ્પરનાં ડ્રાઇવર બાબુભાઈ જહરૂભાઈ દેહુદા (રહે. મોરબી ભડીયાદ કાટે સેવા સદનની બાજુમાં તા.જી.મોરબી મૂળ રહે. જશોદા હીરજી હોળી ફળિયુ તા.પારા જી. જાંબુવા (મધ્ય પ્રદેશ)), Tata કંપનીનાં GJ.36.V.1959 નંબરનાં ડમ્પરનાં ડ્રાઇવર દિવાનભાઈ સાકરીયાભાઈ ડામોર (રહે જુના ધનાડા તા. હળવદ જી.મોરબી મૂળ રહે. સજવાણી બાડી જી. જાંબુવા (મધ્યપ્રદેશ)) તથા Tata કંપનીનાં GJ.36.V.1953 નંબરનાં ડમ્પરનાં ડ્રાઇવર રાકેશભાઈ કાબુભાઈ ડામોર (રહે જૂના ધનાડા તા.હળવદ જી.મોરબી. મૂળ રહે. સજવાણી બાડી તડવી ફળિયુ જી. જાંબુવા (મધ્યપ્રદેશ))ને પકડી પાડી હળવદ પોલીસે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!