Sunday, December 22, 2024
HomeGujaratહળવદ પોલીસે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા ઇસમોને ૨૦.૪૬ લાખના મુદ્દામાલ સાથે પકડી...

હળવદ પોલીસે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા ઇસમોને ૨૦.૪૬ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા

હળવદ પોલીસને ખાનગી બાતમી મળતા સુખપર ગામ નજીક કનૈયા હોટલના માલિક તથા હોટલનો કામદાર ટ્રેઈલરના ડ્રાઈવરો સાથે મળી ગુનાહીત કાવત્રુ રચી ટ્રક ટ્રેઈલરના માલિક સાથે વિશ્વાસઘાત કરી હોટલ માલિક તથા કામદાર ડ્રાઈવરો પાસેથી ટ્રક ટ્રેઇલરની ડીઝલની ટાંકીમાંથી ડિઝલની ચોરી કરી અને કરાવી ડ્રાઇવરો પાસેથી ઓછી કિંમતે ડિઝલની ખરીદી કરી બજાર કરતાં ઓછા ભાવે વેચાય પકડી પાડયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસને બાતમી મળી હતી કે સુખપર ગામ નજીક કનૈયા હોટલના માલિક તથા હોટલનો કામદાર ટ્રક ડ્રાઈવરો પાસેથી ટ્રક ટેઈલરની ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરી પોતાની હોટેલમાં ડીઝલ સંગ્રહ કરી અન્ય ડ્રાઇવરોને બજાર કરતા ઓછા ભાવે વેચતા હતા. તે ઉપરાંત કોઇ ફાયર સેફટીના કોઇપણ સાધનો કે લાયસન્સ, પરમીટ વગર ડિઝલ વધુ જથ્થામાં સંગ્રહ કરી પોતાના હવાલાવાળી હોટલમાં રાખી વેંચાણ કરાવી ગુન્હો આચરતા હળવદ પોલીસે આરોપીઓને પકડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં આરોપી જયેશભાઈ બાબુલાલ સિંધવ, કિશનભાઈ મગનભાઈ જાદવ, સરવનસિંહ ગીસાસિંહ રાવત, કિશનસિંહ બાબુસિંહ રાવત, બલવીરસિંગ માંગુસિંગ રાવત અને મદનસિંહ મોહનસિંહ રાવતને ૧૧૫ લીટર ડીઝલ કિંમત રૂ. ૧૦,૫૮૦/-, ટ્રેઇલર નં -G1-12-BW-2620 કિંમત રૂ. ૧०,००,०००/- ટ્રેઈલર રજી નં- GJ-12-BW-2421 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મોટર સાયકલ રજીસ્ટર નં -GJ-13-KK-3097 કિંમત રૂ. ૨૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ- ૦૬, કિ.સ-૧૫,૫૦૦/-, પ્લાસ્ટીકના અલગ અલગ લીટરની ક્ષમતા વાળા ખાલી કેરબા નંગ-૧૭ કિ.રૂ.૩૪૦/-, લીલા કલરની પ્લાસ્ટીકની નળી અને પ્લાસ્ટીકની પારદર્શક નળી મળી કુલ કિ.રૂ. ૨૦,૪૬,૪૨૦/- નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!