Saturday, December 28, 2024
HomeGujaratહળવદ પોલીસે ડુંગરપુર ગામે બે અલગ અલગ દરોડા પાડી ૬૦૦ લીટર આથો...

હળવદ પોલીસે ડુંગરપુર ગામે બે અલગ અલગ દરોડા પાડી ૬૦૦ લીટર આથો તથા ૨૧ લીટર દેશીદારૂનો જથ્થો પકડી લેવાયો,બે આરોપીઓની શોધખોળ

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ડુંગરપુર ગામે રેઇડ કરી ૬૦૦ લીટર દેશીદારૂ બનાવવાનો આથો તથા ૨૧ લીટર દેશીદારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સાથે આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંડોવાયેલ બે આરોપીઓ સામે ગુનો દાખલ કરી બંને આરોપીઓની શોધખોળ આદરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા પ્રોહીબીશનની ડ્રાઇવ અંગે કરેલ કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિ સ્ટાફની ટીમના એ.એસ.આઇ. એ.એન.સિસોદીયા સહિત પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં બે અલગ અલગ જગ્યાએથી દેશી પિવાનો દારુ બનાવવાનો આથો કુલ લીટર- ૬૦૦ કિં.રૂા.૧૫૦૦૦/- તથા દેશીદારુ ૨૧ લીટર જેની કિ.રૂા. ૪૨૦૦ એમ કુલ કિ.રૂા.૧૯,૨૦૦/-નો મુદામાલ મળી આવ્યો હતો. આ સાથે આ ગુનાના આરોપી ગેલાભાઇ ભાવેશભાઇ કોળી રહે. ડુંગરપુર ગામ તા.હળવદ તથા પ્રકાશભાઇ ભુપતભાઇ કોળી રહે. ડુંગરપુર ગામ તા.હળવદવાળા વિરુધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ અલગ અલગ ગુન્હો રજી. કરી બંનેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!