હળવદ પંથક ખનીજ ચોરી માટે બદનામ છે અને એમાં પણ બ્રાહ્મણી નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો થતી હોય છે. ફરિયાદો બાદ જવાબદાર તંત્ર કાર્યવાહી પણ કરે છે. હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.પી.વ્યાસે ટીકર રેલવે ફાટક પાસેથી પાસ પરમીટ વિનાના ડમ્પર નંબર જીજે-13-ડબલ્યૂ-1289ને ઝડપી પાડ્યું છે અને ડિટેઈન કરી ખાણ ખનીજ વિભાગને સોંપ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશ વાઢેરની સૂચનાના આધારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર આર.કે કણસાગરા, માઈન્સ સુપરવાઈઝર એમ.આર ગોજીયા અને સર્વેયર યુ.જી સુવા, એમ.ડી ઉમરાણીયા સહિતનાઓએ હળવદ તાલુકાના ચાડધ્રા ગામની હદમાં બ્રાહ્મણી નદીમાં થતી રેતીચોરી કરતા જીજે-36-એસ-2642 નંબરનું લોડર તેમજ રેતી ભરેલા જીજે-36-એક્સ-1928, જીજે-36-વી-9318 અને જીજે-36-વી-9317 એમ ત્રણ ડમ્પર મળી રૂપિયા એક કરોડ દસ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જે પકડાયેલા તમામ ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે એક-એક લાખનો દંડ ફટકાર્યો છે.