Thursday, December 26, 2024
HomeGujaratહળવદમાં એક માસ પહેલા થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને દબોચી...

હળવદમાં એક માસ પહેલા થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને દબોચી લેતી હળવદ પોલીસ.

હળવદ પોલીસ મથક ટીમ દ્વારા મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં એક માસ પહેલા વિવો કંપનીના ૨૦ હજારની કિંમતના મોબાઇલ ચોરીમાં મૂળ છોટાઉદેપુર જીલ્લાના વતની એક આરોપીની અટક કરી તેની પાસેથી ચોરી કરેલ મોબાઇલ પરત પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ તથા કોન્સ.હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે વિવો વી-૨૯ ૮/૧૨૮ રેડ મોડલનો મોબાઇલ કિ.રૂ.૨૦ હજાર વાળા મોબાઇલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મેહુલભાઇ મહેશભાઇ તડવી આશરે ઉવ.૨૧ રહે.કઠામ ફળીયા અણીયાદ્રી જેતપુર પાવી જી.છોટા ઉદેપુરને પકડી લઈ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો, આ સાથે પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ મોબાઈલ રિકવર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!