હળવદ ટાઉનમાંથી અપહરણ કરી નાસી ગયેલા ચાર આરોપીઓને પકડી ભોગ બનનારને હળવદ પોલીસે છોડાવ્યા હતાં. ગઈ કાલે તા.૦૨/૦૬/૨૦૨૪ ના રોજ ફરીયાદી ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ તથા તેમના મિત્ર રવિભાઈ બાવનજીભાઈ સાકરીયા વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલ ધ હિન્દુ બ્રાંન્ડ નામની દુકાન સામે હાજર હતા. ત્યારે એક સફેદ કલર ની મારૂતી વેગનઆર કાર નંબર. જી.જે.૧૩.એન.૪૬૨૨ મા ચાર માણસો ઉતરી આવી રવીભાઈ સાથે કોઈ બાકી પૈસા બાબતે વાતચીત કરી ભુંડી ગાળો આપી પોલીસ સ્ટેશન જવાનું બહાનું કરી પરાણે રવીભાઈને તથા ફરીયાદીને તેમની મરજી વિરૂધ્ધ કારમાં બેસાડી લઈ જઈ ફરીયાદીને રસ્તામા ચુલી ગામ બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈ રવીભાઈને ધ્રાંગધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો આચરતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, તા. ૦૨/૦૬/૨૦૨૪ ના રોજ ફરીયાદી ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ તથા તેમના મિત્ર રવિભાઈ બાવનજીભાઈ સાકરીયા વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલ ધ હિન્દુ બ્રાંન્ડ નામની દુકાન સામે હાજર હતા. ત્યારે એક સફેદ કલર ની મારૂતી વેગનઆર કાર નંબર. જી.જે.૧૩.એન.૪૬૨૨ મા ચાર માણસો ઉતરી આવી રવીભાઈ સાથે કોઈ બાકી પૈસા બાબતે વાતચીત કરી ભુંડી ગાળો આપી પોલીસ સ્ટેશન જવાનું બહાનું કરી પરાણે રવીભાઈને તથા ફરીયાદીને તેમની મરજી વિરૂધ્ધ કારમાં બેસાડી લઈ જઈ ફરીયાદીને રસ્તામા ચુલી ગામ બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈ રવીભાઈને ધ્રાંગધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કર્યું હતું. જે બાબતે હળવદ પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુન્હો દાખલ કરાયો હતો. જે બાબતે હળવદ પોલીસે મેહુલ ગોવિંદભાઈ પરમાર, પૃથ્વીરાજ પ્રવીણભાઈ કંબોયા, રોહનભાઈ વિનોદભાઈ પટેલ અને દીપકભાઈ કરશનભાઈ રાઠોડ સહિતની મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.