હળવદના રાયધ્રા ગામની સીમમાં માથક જવાના કાચા રસ્તે આવેલ બચુભાઇ વજાભાઇ કોળીની વાડીએ આવેલ ઓરડીની બાજુમાં જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર રમતા નવ જુગારીઓને હળવદ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહીતી અનુસાર, હળવદના રાયધ્રા ગામની સીમમાં માથક જવાના કાચા રસ્તે આવેલ બચુભાઇ વજાભાઇ કોળીની વાડીએ આવેલ ઓરડીની બાજુમાં જાહેરમાં લાઇટના અંજવાળે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન જુગાર રમતા ભીમાભાઇ રૂડાભાઇ ચડાસણીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), રાજેશભાઇ ઉર્ફે મહેશભાઇ દેવાભાઇ સારલા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), ગોંવિદભાઇ ગેલાભાઇ ચડાસણીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), માનસીંગભાઇ કાનજીભાઇ ચડાસણીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), શંકરભાઇ વાઘજીભાઇ દંતેસરીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), વિપુલભાઇ પ્રવિણભાઇ સેતાણીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), સંજયભાઇ નવઘણભાઇ દંતેસરીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), સાગરભાઇ રણછોડભાઇ નંદેસરીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી), રમેશભાઇ ભનુભાઇ સિણોજીયા (રહે.રાયધ્રા તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને હળવદ પોલીસે પકડી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૮,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.