ગત તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ નર્મદા કેનાલ રોડ ઉપર યુવકનાં ગળાના ભાગે છરી મુકી ત્રણ ઈસમો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. જે બનાવમાં હળવદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ ફરીયાદીને આરોપીઓએ નર્મદા કેનાલ રોડ ઉપર રોકી ગળાના ભાગે છરી મુકી ભય બતાવી બાઈકમાં બેસાડી એક રૂમ ઉપર લઈ જઈ ધોલ-ધપાટ કરી ભય બતાવી ત્યાંથી કોઇ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૪પ૦૦/- કાઢી લઈ તેમજ બાઈલ ફોનમાંથી ગૂગલ-પે એકાઉન્ટમાં રૂ.૧૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૧૪,૫૦૦/- ની લુંટ ચલાવતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનનાં પી.આઈ. આર.ટી.વ્યાસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની વોચમાં રહી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, તે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એન.જેઠવાને મળેલ ખાનગી હકીકત આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ સચીનભાઇ ઉર્ફે કાલી ભરતભાઇ ઉર્ફે મુન્નાભાઈ મીયાત્રા, રવિભાઇ ટીનાભાઇ થરેશા તથા અજયભાઇ વિનાભાઇ સુરેલાને હળવદ ભવાનીનગર ફાટક પાસે હળવદ ધાંગધ્રા બાયપાસ રોડની સાઇડમાંથી પકડી પાડી આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા ૧૪,૫૦૦/-, GJ.36.H.9539 નંબરની બાઈક સહીત કુલ રૂ.૩૯,૭૦૦/- નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.