Wednesday, June 26, 2024
HomeGujaratહળવદ પોલીસે ઇગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ટીકર ફાટક ખાતેથી ઝડપી...

હળવદ પોલીસે ઇગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ટીકર ફાટક ખાતેથી ઝડપી પાડયા

હળવદ ટાઉનમાં ટીકર ફાટક ખાતેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડી હળવદ પોલીસે ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. જેમાં બે ઇસમોની અટકાયત ખરી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ ૨,૩૭,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસને ખાનગી રહે બાદમી મળતા હળવદ ટીકર ફાટક પાસેથી પોલો ગાડી રજીસ્ટર નંબર gj 05jh 1741 વાળી નીકળતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગલિશ દારૂનો જથ્થો પકડી પાડી વાહન સહિત કુલ ૨,૩૭,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા અને કલ્પેશભાઈ હસમુખભાઈ પરમારની 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કી ફોર સેલ ઈન રાજસ્થાન લખેલ 750 ml 24 નંગ બોટલ કિંમત રૂ. 4500, ગ્રીન લેબલ ધ રિચ બ્લેન્ડ વ્હિસ્કી ફોર સેલ રાજસ્થાન લખેલ 750ml ની 24 નંગ કિંમત રૂ. 9,000, ગ્રીન લેબલ ધ રિચ બ્લેન્ડ વ્હિસ્કી ફોર સેલ રાજસ્થાન લખેલ 375ml 24 નંગ કિંમત રૂ. 5,400, વાઇટ લેસ વોડકા ફોર સેલ રાજસ્થાન લખેલ 180ml ચપલા નંગ 144 કિંમત રૂ. 14,400, ગુડફાધર લેગેન્દ્રી ઓરીજીનલ સ્ટ્રોંગ બિયર ફોર સેલ રાજસ્થાન લખેલ 500 એમ એલ ના બિયર નંગ 46 કિંમત રૂ. 4,600 અને વોક્સ વેગન કંપનીની સિલ્વર કલરની પોલો ગાડી રજી. નં. GJ-05-JH-1741 મળી કુલ 2,37,900 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!