વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્યભરની પોલીસ દ્વારા શરૂ થયેલી કવાયતમાં મોરબી પોલીસ દ્વારા પણ પ્રજની પડખે આવી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો વ્યાજખોરોથી દૂર રહે તે માટે હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે મિટિંગ હોલમાં લોનમેળો પણ યોજ્યો હતો,.
આજરોજ હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે મિટિંગ હોલમાં હળવદ પોલીસ દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હળવદની અલગ અલગ 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ લોનમેળામાં હાજર રહ્યા હતાં. તેમજ જુદી જુદી બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના 22,00,000-/(બાવીસ લાખ) જેટલા રૂપિયાના ચેક આપવામાં આવેલ હતાં. અને તમામ લોકોને લોન બાબતે માહિતી આપવામાં આવેલ હતી અને આ લોન મેળામાં આશરે 250 થી વધારે નગરજનોએ ભાગ લીધેલ હતો.