ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારુ વેચાય છે. જેને પકડી પાડવા પોલીસ દ્વારા પણ એક બાદ એક રેઇડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હળવદ પોલીસે ગઈકાલે ગોલાસણ ગામે જીયો કંપનીના ટાવર પાસે આવેલ વાડીમાંથી ૧૩૦૦ લીટર ઠંડો આથો ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ગોલાસણ ગામે જીયો કંપનીના ટાવર પાસે આવેલ મનુભાઈ સજુભાઇ ખાંભડીયાની વાડીમાં ગેર કાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી આરોપીએ છુપાડેલ ગેર કાયદેસર પાસ પરમીટ વગરનો દેશી પીવાનો દારૂ બનાવવાનો ૧૩૦૦ લીટર ઠંડો આથો જે એક લીટરની કિ.રૂ.૨/- લેખે કુલ કિ.રૂ.૨૬૦૦/- મુદામાલ રાખી અને રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવતા તેને પકડવા ચક્રો ગતીમાન કરાવામાં આવ્યા છે.