રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા કુલ ૧૮ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. જયારે બે ઈસમો ફરાર થઇ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે હળવદ પોલીસની ટીમને મળેલ બાતમી હકીકત આધારે હળવદ પોલીસ સ્ટાફના માણસો સાથે લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી ભરતભાઇ હરખાભાઈ વઢરેકીયા, અલાઉદીન મહમદભાઇ ચૌહાણ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ, જાકીર દાઉદભાઇ ચૌહાણ, મોસીનભાઇ હબીબભાઇ ચૌહાણ, ઇરફાનભાઇ યુનુસભાઇ રાઠોડ, દિવ્યેશભાઇ કિશોરભાઇ જેઠલોજા, વલ્લભભાઇ સુંદરજીભાઇ પટેલ, રશીદ જુમાભાઇ ચૌહાણ, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી, શબીરભાઇ જુસકભાઇ ચૌહાણ, તોહીદ અજીતભાઇ ચૌહાણ, રજાક અકબરભાઇ ભટ્ટી, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ, ઇમરાન હનિફભાઇ ભટ્ટી, શિરાઝ સલેમાન કૈડા, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા તથા સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ નામના ઇસમોને રોકડ રકમ રૂા૨,૦૨,૧૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૪, ૫ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તથા પૂછપરછ દરમિયાન નિલશેભાઇ ધનજીભાઇ ગામી તથા પંકજભાઇ ચમનભાઈ ગોઠીનું નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી આરંભી છે.
આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, મનહરભાઇ મેરાભાઇ સદાદીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ નિરુભા જાડેજા તથા ભરતભાઇ નરશીભાઇ તારબુંદીયા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.