મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેસી દારૃના ધંધાર્થીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ગઈકાલે હળવદ પોલીસે બે સ્થળોએ દરોડા પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે હળવદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ચુંપણી ગામની સીમમાં અને જુના સુંદરગઢ ગામની પાછળની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સૌ પ્રથમ ચુંપણી ગામની સીમમાં રાજુભાઈ ચતુરભાઈ વાઘેલા નામના આરોપીના રહેણાંક મકાન પાછળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. જેમાં પોલીસે દેશી પીવાનો દારૂ બનાવવાનો ૮૦૦ લીટર ઠંડો આથો કે જેની કુલ કિંમત રૂ.૧૬૦૦/- છે. તે મુદ્દામાલ સાથે રાજુભાઈ ચતુરભાઈ વાઘેલા નામના આરોપીને સ્થળ પરથી પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
જયારે બીજી દરોડામાં હળવદ પોલીસની ટીમે જુના સુંદરગઢ ગામની પાછળની સીમ ડેમ વિસ્તારમાં રેઇડ કરી બાવળની કાટમા બનાવવામાં આવતા દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. અને દેશી દારૂ બનાવવાનો આથો ગાળવાની ભઠ્ઠી રાખી આશરે રૂ.૪૨૦૦/- ની કિંમતનો લીટર ૨૧૦૦ ઠંડો આથો તથા ભઠીના સાધનો મળી કુલ રૂ ૮૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે હળવદના નવા સુંદરગઢમાં રહેતો આરોપી દેવજીભાઇ ઉર્ફે દેવો જીવણભાઇ પાટડીયા સ્થળ ઉપર હાજર નહી મળતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.