Friday, January 10, 2025
HomeGujaratહળવદ પોલીસે સુરવદર ગામે રેઈડ કરી ઝુંપડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

હળવદ પોલીસે સુરવદર ગામે રેઈડ કરી ઝુંપડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે હળવદ પોલીસની ટીમે હળવદ તાલુકાના સરવદર ગામે સીમ વિસ્તારમાં બાતમીનાં આધારે રેઈડ કરી એક ઝુંપડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી/.રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિશન જુગારની બદીને અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે જરૂરી પોલીસ સ્ટાફ સાથે બાતમીનાં આધારે હળવદ તાલુકાના સુરવદર ગામની શોભાસર સીમ વાળા રસ્તે ધર્મેન્દ્રભાઇ ઉર્ફે થર્મો કરશનભાઇ ધામેચાના ઝુંપડામાં રેઇડ કરતા ઝુંપડામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની BLENDERS PRIDE SELECT PREMIUM WHISKYની રૂ.૨૫,૫૦૦/-ની કિંમતની કુલ ૩૦ બોટલ મળી આવેલ હોય જેથી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!