Thursday, November 7, 2024
HomeGujaratવ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમ વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ હેઠળ ગુન્હો દાખલ...

વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમ વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરતી હળવદ પોલીસ

હળવદ પોલીસ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમ વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. હળવદ પોલીસે એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. જે આરોપી હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઠ જેટલા ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતો ઇસમો ઉપર કાર્યવાહી કરવા સખત સુચના આપવામાં આવતાં હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી આવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સુચનાથી હળવદ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. પી.એલ.સેડાએ ઊંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા ઇસમ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બટુકભાઇ બાબુભાઇ કાંકરેચા ઉ.વ.૩૭ રહે.હળવદ માર્કેટીંગ યાર્ડની સામે, સરકારી ખરાબામાં, મોરબી જિલ્લા વાળાને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. જે આરોપીની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો હળવદ પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુન્હા દાખલ થયેલ છે…

જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, પી.એસ.આઈ. પી.એલ.સેડા, પોલીસ કોન્સ્ટેબલ દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા, લીંબાભાઇ હમીરભાઇ રબારી વિગેરે સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!