હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોનું વેચાણ ખુબ થતું હોય તેવો અહેવાલ અખબાર માં પ્રસિદ્ધ થયો હતો. તયારે હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક સીરપના નામે નશીલા દ્રવ્યોનો વેપલો ઝડપી લઈને પોલીસે મોટો જથ્થો કબજે લીધો હતો ત્યારે ફરીથી હળવદ પોલીસ એ ૨૯ બોક્ષ આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી લીધો છે ૨૯ બોક્ષ સીરપ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. હળવદ પોલીસે બાતમીને આધારે મુદામાલ કબજે લીધો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હળવદ પીઆઈ કે એમ છાસિયા માર્ગદર્શન નીચે ડિસ્ટાફ જમાદાર કિશોરભાઈ સોલગામા, દેવુભા ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર,પંકજભાઈ સહિતના સ્ટાપે ભારે જેમાં ઉઠાવી હતી.