હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ની સિંચાઈ ઓફિસમાં દરોડો પાડતા ઓફિસના બાથરૂમની છત ઉપરથી વિદેશી દારૂની ૭૨ બોટલ તેમજ બિયરના ૧૮૬ ટીન મળી આવ્યા હતા, આ સાથે વિદેશી દારૂનો જથ્થો રાખનાર આરોપી એવા જુના દેવળીયા ગામના ઇસમની શોધખોળ શરૂ કરી છે.
હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમીને આધારે હળવદના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ની ઇરીગેશનની ઓફીસમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઓફિસના બાથરૂમના ધાબા ઉપરથી વિદેશી દારૂની ગ્રીનલેબલ વ્હિસ્કીની ૭૨ બોટલ કિ.રૂ.૨૫,૨૦૦/-તથા બિયરની જુદી જુદી બે બ્રાન્ડના કુલ ૧૮૬ નંગ ટીન કિ.રૂ.૧૮,૬૦૦/-એમ કુલ કિ.રૂ.૪૩૮૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો. જ્યારે રેઇડ દરમિયાન આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા રહે.જુના દેવળીયા તા.હળવદ સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર જાહેર કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.