Saturday, November 16, 2024
HomeGujaratહળવદ : સ્કુલ તથા દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા

હળવદ : સ્કુલ તથા દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા

[avatar /]

- Advertisement -
- Advertisement -

ટી.વી. , સ્પીકર નંગ – ૦૨, મોબાઇલ ફોન નંગ – ૧૯ મળી કુલ રૂપિયા ૧,૮૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી મોરબી એલ.સી.બી.*

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઈ વી. બી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફનાં માણસો કાર્યરત હોય દરમ્યાન એએસઆઈ સંજયભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદ મોરબી ચોકડીથી હળવદ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા બે ઈસમો કે જે ચરાડવા, કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી, સ્પીકર, મોનીટરની તથા હળવદ ટાઉન માંથી મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હોય જે ટીવી તથા મોબાઇલ ફોન અમુક ઇસમો મોરબી બાજુ વેચવા કે સગેવગે કરવા માટે જવાના છે તેવી ચોક્કસ બાતમી મળતા ગગજી જીવરાજ કુંઢીયા, મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા (રહે બંને ભવાનીનગર, લાંબીદેરી વિસ્તાર, હળવદ) વાળા બે ઇસમોને ટીવી, સ્પીકર, મોબાઇલ ફોન સાથે મળી આવતા જેઓને રોકી તેઓની પુછપરછ કરતા તેઓએ તથા તેમના સાથીદારોએ મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઇલ ફોન, ટીવી, મોનીટર, સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપી હતી. પોલીસે પકડાયેલ બન્ને ઇસમો પાસેથી એલસીડી ટીવી કિં.રૂ.૧૭૦૦૦/- ,સ્પીકર નંગ-૦૨ કિ.રૂ.૨૦૦૦/- તથા અલગ અલગ કંપનીના નવા મોબાઇલ ફોન નંગ-૧૯ કિ.રૂ. ૧,૬૩,૭૦૦/- મળી કુલ કિ.રૂ ૧,૮૨,૭૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી બંને આરોપીઓને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!