હળવદ-ગત વર્ષ 2019-20માં GCERT ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર પ્રા.શાળા ખાતે 47માં વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરેલ હતું.જેમાં સરકારી શાળા શ્રી પે સે.શાળા નંબર-4 હળવદ જી.મોરબીની એક કૃતિ વિભાગ-3 અંતર્ગત “નવીનતમ ફુવારો” વેસ્ટમાંથી બેસ્ટ તથા જેના 18 જેટલા વિવિધ ઉપયોગો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્ય માંથી ઉત્તમ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી હતી. સંજોગોવસાત ગત વર્ષોનું આયોજન આ વર્ષે રાષ્ટ્રીય કક્ષા નવી દિલ્હી ખાતે NCERT ભવન (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, નવી દિલ્હી)દ્વારા સમગ્ર રાજ્યોમાંથી ઉત્તમ કૃતિઓને પસંદ કરવામાં આવી છે જેનું વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા ઓનલાઈન વર્ચ્યુલ મોડથી 47 અને 48માં જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન-ગણિત એવમ પર્યાવરણ પ્રદર્શનનું તા.8 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી 2022 સુધી આયોજન કરેલ છે.
જે અંતર્ગત શાળાની કૃતિ પસંદ થતા સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવનાર આ કૃતિ શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક જીતેન્દ્રભાઈ પરમારના માર્ગદર્શન દ્વારા ધોરણ-7માં અભ્યાસ કરતા શાળાના બાળ વૈજ્ઞાનિકો કોરીંગા ધાર્મિક રમેશભાઈ અને સનારીયા દેવ યોગેશભાઈ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ તકે રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માંથી દિપાબેન, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી,હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડા દિપાબેન તથા હળવદ તાલુકા બી.આર.સી પ્રવીણસિંહ ચૌહાણે સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.