Saturday, April 20, 2024
HomeGujaratમાળિયા (મિં) પોલીસ મથકમાં નવનિયુક્ત પીએસઆઇએ ચાર્જ સંભાળ્યો

માળિયા (મિં) પોલીસ મથકમાં નવનિયુક્ત પીએસઆઇએ ચાર્જ સંભાળ્યો

મોરબી જિલ્લાના માળિયા મીયાણાં પોલીસ મથકમાં નવનિયુક્ત પીએસઆઇ બી.ડી. જાડેજાએ આજે ગુરુવારે વિધિવત ચાર્જ સાંભળ્યો હતો.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા પીએસઆઇની કરાયેલી બદલીમાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બી.ડી. જાડેજાની બદલી કરી માળીયા મીયાણા ખાતે મુકવામાં આવ્યા હતા. ત્યારે આજે બી.ડી. જાડેજાએ માળીયા પોલીસ મથક ખાતે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળ્યા બાદ અન્ય સાથી કર્મચારી, અધિકારીઓ સાથે પરિચય કેળવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વાંકાનેર શહેરમાં યશસ્વી ફરજ બજાવી બાહોશ અધિકારીની છાપ ઉભી કરનાર અને વાંકાનેરમાં કાયદો તથા વ્યવસ્થાની ૫રિસ્થિતિ પર સુપેરે અંકુશ મેળવનાર બી .ડી. જાડેજાને માળીયા પોલીસ મથકમાં મુકવામાં આવતા ગુનેગારો અને આવારા તત્વોમા ફફડાટ ફેલાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!