NEET વર્ષ 2024 ના રિઝલ્ટમાં હળવદ તાલુકાના પ્રથમ 5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ તો માત્ર વિવેકાનંદ સાયન્સ એકેડમીના વિધાર્થીઓ જ આવ્યા છે. જેમાં NEET પરીક્ષામાં એક્ષ આર્મીમેનનાં પુત્ર-પુત્રી ચૌહાણ હરપાલ 637, મંગવાણીયા પ્રિયંકા 631 એ મેદાન માર્યું છે.
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય તે યુક્તિને સાર્થક કરતા હળવદ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના એક્સ આર્મીમેનના સંતાનો. નીટ વર્ષ 2024 માં રીઝલ્ટમાં હળવદ તાલુકાના ટોપ પાંચ વિદ્યાર્થીઓમાંથી ટોપ ચાર વિદ્યાર્થીઓ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ આવી મેદાન માર્યું હતું. જવલત સફળતા મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર મુસ્કાન જોવા મળ્યું હતું. NEET 2024 ના પરિણામમાં એક્સ આર્મીમેનના સંતાનોએ મેદાન મારતા હળવદ શહેર તેમજ તાલુકાનું નામ રોશન કર્યું હતું. વિવેકાનંદ સાયન્સ એકેડેમીના ચૌહાણ હરપાલસિંહ ખુમાનસિંહ 637(Ex આર્મી મેનનપુત્ર), જાદવ અર્ચના 633 , બારૈયા ઉદય 632, મગવાણીયા પ્રિયંકાબેન 631(Ex આર્મી મેનનીપુત્રી), વડેખણીયા ભરત 609, આ ઉપરાંત 550 થી વધારે માર્ક્સ વાળા 15 થી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ મેળવીને મેડિકલ ક્ષેત્રે પોતાની સર્વશ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરશે. તેવી શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. સ્કુલના એમડી મહેન્દ્રભાઈ પઢીયાર, ફેફર સર તેમજ તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્યમાં હળવદ તાલુકાનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.