Thursday, January 23, 2025
HomeGujaratહળવદ: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ...

હળવદ: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

હળવદ: ગઇકાલે તા. ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા BRC ભવન હળવદ ખાતે યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સંત પ્રભુચરણ સ્વામી, સંત દલસુખ મહારાજ, સંત દિપક દાસજી મહારાજ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના સહ જિલ્લા વાલી તપનભાઈ દવે અને મેહુલભાઈ જોગરાણા એ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા રમત પ્રશિક્ષણ ટ્રેનર એ પણ હાજરી આપેલ હતી.

- Advertisement -
- Advertisement -

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રમત-ગમતના સાધનો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓને ફૂટબોલ અને ચેસ ની કીટ, બહેનોને બેડમિન્ટનની કીટ તથા યુવાનોને સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્ર ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું તમામ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ હળવદ તાલુકા સંયોજક વિજયસિંહ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!