મામલતદારના હસ્તે ઘ્વજવંદન કરાયું: પરેડ, વૃક્ષારોપણ,વસાંસ્કૃતિક કાર્યક્રમ, શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત સહિતના કાર્યક્રમો યોજાયા
હળવદ તાલુકા કક્ષાનો ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન અને શાન સાથે કરવામાં આવી છે તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી હળવદ રાજોધરજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી જેમાં મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ ઉજવણી કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા.
દેશભરમાં ૭૫માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે હળવદ શહેરમાં આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મામલતદાર ડી.સી પરમારના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા,હાજર રહેલ મહાનુભાવોએ પ્રવચન આપ્યું, દેશભક્તિના ગીતો સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે હળવદ તાલુકાના 10 શિક્ષકોને સારી કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા તેમ જ વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં મામલતદાર ડી.સી પરમાર, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન પારેખ, હળવદ પી.આઈ પી.એ દેકાવાડિયા, પી.એસ.આઈ પી.જી પનારા, એ.ટી.ડી.ઓ અમીત રાવલ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, પાલિકા પ્રમુખ રમેશ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણ સોનગરા, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ સીણોજીયા, અજય રાવલ, બીપીન દવે, તપન દવે, અમીતભાઈ રાવલ, ચિંતન આચાર્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા વહીવટી તંત્રે ભારે જહેમત ઊઠાવી હતી