હળવદ તાલુકાના માથક ગામની સીમમાંથી ઇલેક્ટ્રીક મોટરના કેબલ વાયર ની ચોરી કરી ગુનો આચારનાર ઈસમને હળવદ પોલીસે પકડી પાડ્યો છે તેની પાસેથી કુલ 14,200 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, તે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.એન.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હળવદ તાલુકાના શિરોઈ ગામના પાટીયા પાસેથી ગત તા..૨૯/૦૬/૨૦૨૪ ના કલાક રાત્રીનાં નવેક વાગ્યા પહેલા કોઇપણ સમયગાળા દરમ્યાન માથક ગામની સીમમાં આવેલ ડૉ. મનસુખભાઈ પટેલની વાડીએથી વાડીમાં મોટરનો ઈલેક્ટ્રીક કેબલ આશરે ૭૧ મીટર જે એક મીટર ની કિ.રૂ.૨૦૦/- લેખે ૭૧ મિટરની કુલ કિ.રૂ.૧૪૨૦૦/- ની મતાની કોઇ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો. જે ગુન્હામાં સંડોવાયેલ આરોપી માનસિંગ રાવજી બારિયા ચૌહાણ અને મિથુન રૂપજી ચૌહાણ બંને બાંસવાડા રાજસ્થાન વાળાની અટકાયત કરી ઇલેક્ટ્રિક કેબલ આશરે ૭૧ મીટર કિંમત રૂ. ૧૪,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.