હળવદ તાલુકાના રાયધ્રા ગામે ફરીયાદીના રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના આશરે ૫ તોલા કિંમત રૂા. ૧,૯૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી તમામ મુદામાલ સાથે હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડાએ ઘરફોડ ચોરીનો બનાવ બન્યાનો ગુનો ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ આપતા પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપતા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિપકસિંહ દશરથસિંહ કાઠીયા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડને મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ડૌરાઇ ગામ અને હાલ હળવદ તાલુકાના ચરડવા ગામના ઈશ્વરનગર રોડ પર ગોપાલનગર સોસાયટી ખાતે રહેતો ૨૬ વર્ષીય રાજકુમાર ભગવાનસિંગ સાગરને પકડી પાડી ચોરીમાં ગયેલ સોનાના દાગીના કાનમાં પહેરવાના સોનાના કોકરવા નંગ-૨ આશરે દોઢ તોલાના કિ.રૂ.૫૭,૦૦૦/-, ગળામાં પહેરવાની સોનાની મગમાળા નંગ ૦૧ આશરે સાડા ત્રણ તોલાની કિંમત રૂા.૧,૩૩,૦૦૦/- એમ કુલ કિંમત રૂા.૧,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.બોરીયા, એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ.ગૌસ્વામી, પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, દિપકસિંહ દશરથસિંહ, રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ, સાગરભાઇ દેવાયતભાઇ મંઢ, મનોજભાઇ ગોપાલભાઈ પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.