હળવદના અનિલ ફર્નિચર મોલની પાછળ પસાર થતી નર્મદા કેનાલમાંથી સુરેન્દ્રનગરના મનસુખભાઇ લાલજીભાઈ પનારાનો મૃતદેહ મળી આવ્યો છે. જેના મૃતક મનસુખભાઇ કોઈ કારણોસર નર્મદા કેનાલના પાણીમાં પડી ગયા હોય જેથી તેમનો મૃતદેહ કેનાલના પાણીમાંથી બહાર કાઢયો છે. હાલ મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસે આ મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.