Saturday, December 28, 2024
HomeGujaratહળવદ : રણમલપુર વાડી વિસ્તારમાં પ્રસૂતા મહિલાની ૧૦૮ ના સ્ટાફે સ્થળ ઉપર...

હળવદ : રણમલપુર વાડી વિસ્તારમાં પ્રસૂતા મહિલાની ૧૦૮ ના સ્ટાફે સ્થળ ઉપર જ પ્રસુતી કરાવી

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાના રણમલપુર વાડી વિસ્તારમાં પ્રસૂતા મહિલાને લેબર પેઇન (પ્રસુતાની પીડા) ઉપડતા વહેલી સવારે ૫.૩૭ કલાકે ૧૦૮ માં કોલ કરતા હળવદની ૧૦૮ ટીમનાં ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અંતરિયાળ વાડી વિસ્તારમાં પ્રસૂતા મહિલા લક્ષ્મીબહેનની નાજુક હાલત જોઈને સ્થળ ઉપર જ સફળ પ્રસુતિં કરાવી હતી.ત્યાર બાદ નવજાત શિશુ અને માતાને હળવદ સરકારી હોસ્પિટલમાં લવાયા હતા. ઉપસ્થિત તબીબ સ્ટાફ દ્વારા ૧૦૮ ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત શિશુની તબિયત સારી છે. પ્રસૂતા મહિલાના સગા-સંબંધીઓએ ૧૦૮ ની કામગીરીની પ્રસંશા કરીને આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!