Thursday, January 16, 2025
HomeGujaratહળવદના વોર્ડ નં. એકના રહીશો એકાદ માસથી દુર્ગંધયુક્ત પાણીનો ઉપયોગ કરવા મજબૂર...

હળવદના વોર્ડ નં. એકના રહીશો એકાદ માસથી દુર્ગંધયુક્ત પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા

હળવદ શહેરના વોર્ડ નંબર એકમાં છેલ્લા એક માસથી દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કારવામા આવતા વિસ્તારવાસીઓની ધીરજ ખૂટી છે. સમસ્યાના ઉકેલ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા રહીશો રોષે ભરાયા છે.

- Advertisement -
- Advertisement -

હળવડનો સૌથી મોટો ગણાતા વોર્ડ નંબર એક ભરવાડ વાસ, કુંભારાપરા, અનક્ષેત્રની બાજુના વિસ્તારમાં છેલ્લા એક માસથી ડહોળું અને દુર્ગંધયુકત પાણી વિતરણ થઈ રહયું છે. જેને પગકે રહીશો દ્વારા પાલિકા કચેરીના સબંધિત વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે. ગંદા પાણીના ઉપયોગને લઈને શરીરે ખંજવાળ અને બળતરા ઉપડતી હોવાની પણ વિસ્તારવાસીઓએ ફરિયાદ ઉઠાવી છે. આ અંગે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!