બજાર સમિતિ હળવદના સભ્યશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા 2000 વૃક્ષો વાવવાનો અને ખેતરે ખેડૂતોને 5000 થી વધુ વૃક્ષો વાવે એ માટે રોપા વિતરણ કરાવવાનો સંકલ્પ કર્યો
વૃક્ષનું દરેક માનવીના જીવનમાં શું મહત્વ છે તે આપણે સૌ લોકોએ કોરોનાની બીજી લહેર માં નજર સમક્ષ જોયું છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા 300 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં 2000 થી 3000 વૃક્ષો વાવવાના સંકલ્પ લીધા છે સાથે જ યાર્ડમાં આવતા ખેડૂતોને 5 હજારથી વધુ રોપા વિતરણ કરી તેઓના ખેતરે વાવી ઉછેર કરવાવાના સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે.
હળવદ માર્કેટ યાર્ડના ચોગાનમાં આજના દિવસે 300 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા અને રોજ અન્ય જગ્યાએ આ મુજબ વૃક્ષોનું વાવેતર થાય તે માટે નું આયોજન કરવામાં આવ્યું તથા યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતોને ખેતરે વાવવા માટે જામફળ, દાડમ, લીંબડા, શરૂ, ગુલમહોર, સપ્તપર્ણ, ઉંબરો, જાંબુડા, પીપળો તથા અન્ય રોપાનું વિતરણ કરવામાં આવ્યું અને આ વિતરણ અને વૃક્ષારોપણ બજાર સમિતિ હળવદ દ્વારા આગામી એક અઠવાડિયા સુધી કરવામાં આવશે એમ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઇએ જણાવ્યું હતું.
વધુમાં આજે યાર્ડ ખાતે કરવામાં આવેલુ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના કર્મચારીઓ તેમજ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. એક ઉંબરો હજારોની પક્ષીઓને ચણ આપવા સક્ષમ છે. પુણ્યની સાથે સાથે કુદરતનું કર્જ ચૂકવવાનો મોકો એટલે વૃક્ષારોપણ, આજના દિવસે વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરી પ્રકૃતિનું જતન કરીએ