મોરબીના ટીબડી પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા હળવદ ટાઉનમાં રહેતો પરિણીત યુવક મોરબીના વાવડી રોડ ખાતે આવેલ તેના મિત્ર કે જેની વિરુદ્ધ અપહરણ કરી ગોંધી રાખ્યાની ફરિયાદ નોંધાઈ છે તેની ઓફિસેથી ભેદી રીતે ગુમ થયેલ છે જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર હળવદ સરા રોડ ઉપર આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ રમેશભાઈ કૈલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે.મોરબી વાવડીરોડ ભકિતનગર-૧ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે શૈલેષભાઇના ભાઇ ગુમ થયેલ જીતેન્દ્રભાઇ કૈલાએ આરોપી જીતેન્દ્રભાઈ ગજીયાને ધીરાણ ભરવા માટે રૂ.૮,૦૦,૦૦૦/- આપેલ હોય તેમજ ગુમ થયેલ જીતેન્દ્રભાઇને જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી આરોપીએ રૂ.૧૦,૦૦,૦૦૦/- લીધેલ હોય જેથી ત્યારે ગુમ થયેલ જીતેન્દ્રભાઈ તેના ઉછીના આપેલ રૂપીયા લેવા માટે ગત તા. ૨૦/૦૬ના રોજ આરોપીની વાવડી રોડ સતનામ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઓફીસે ગયા હતા, જ્યાંથી ગુમ થયેલ જીતેન્દ્રભાઇના મોબાઇલમાંથી તેની પત્નીને વીડીયોકોલ કરી આરોપીએ રૂપીયા આપી દીધેલ નુ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારથી યુવક ગુમ હોય ત્યારે ફરિયાદી શૈલેષભાઇએ આપમેળે અને પોલીસ તપાસમાં આરોપી જીતેન્દ્રભાઈ ગજીયાએ ગુમ થયેલ જીતેન્દ્રભાઇ કૈલાના નામનુ ખોટુ સોદાખત બનાવી છેતરપીંડી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી આરોપીએ ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુમ થનાર જીતેન્દ્રભાઇને તેની ઓફીસેથી અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોધી રાખ્યા હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે છેતરપિંડી, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.