ફેસબુકએ વિશ્વની સૌથી પ્રખ્યાત સોશિયલ સાઇટ્સમાંની એક છે. અહીં યુઝર્સ તેમના પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહે છે. ફેસબુક પર યુઝર્સ ફોટો, વીડિયો, પોસ્ટ અને સ્ટોરી શેર કરે છે. ત્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં, ફેસબુક એકાઉન્ટ હેક થવાના કિસ્સાઓ પણ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ હળવદના એક યુવક સાથે બન્યું છે. જેને લઇ યુવકે પોતાનું એકાઉન્ટ બંધ કરાવવા પોલીસને રજૂઆત કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદમાં નાલંદા સ્કુલ રોડ, શિવ બંગ્લોઝ ખાતે રહેતા ધીરજલાલ છગનલાલ પરમાર “Dhirajparmar Dhiraj” નામથી ફેસબુક એકાઉન્ટ ચલાવતો હતો. જે એકાઉન્ટ ગત તારીખ:-૧૯/૧૧/૨૦૨૩ ના રોજ કોઈ વ્યક્તિએ હેક કરી લીધું હતું. અને એકાઉન્ટમાં અશ્લીલ અને બીભત્સ ફોટા અપલોડ કરીને ઈસમે ફરિયાદીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હોવાના આક્ષેપ સાથે ધીરજલાલ છગનલાલ પરમાર દ્વારા હળવદ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.ને પત્ર લખી તેનું એકાઉન્ટ બંધ કરવા માંગ કરી છે.