હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે જેથી એક ગેટ અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારમાં ૧૧ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. હાલ પણ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતાં એક ગેટ 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે અને ડેમમાં 300 ક્યુસેક પ્રવાહથી પાણી ની આવક સામે 300 ક્યુસેક પ્રવાહથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી હળવદ તાલુકાના ૧૧ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં સુસવાવ, કેદારીયા, ધનાળા,રાયસંગપુર, મયુરનગર, મીયાળી, ચાડધ્રા, ટીકર અને માનગઢ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે.