મોરબી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની આજે પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં તેની જગ્યાએ નવા હોદ્દેદારો નિમવાની કાર્યવાહી થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપ પાર્ટી તરફથી સેલ્સ ની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી મોરબી જિલ્લા પંચાયતની સીટ પ્રમુખમાં તરીકે અનુસૂચિત જતી મહિલા ની અનામત હોય જેમાં બે મહિલાઓના નામની જાહેરાત ચાલુ હતી જે પૈકી ન્યાય સમિતિના ચેરમેન રહેલા હંસાબેન જેઠાભાઈ પારગી પર પ્રમુખ તરીકેની મ્હોર પાર્ટીએ સત્તાવાર મારી દીધી છે જ્યારે આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાં ને મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ સોંનગ્રા અને શસક પક્ષના નેતા તરીકે સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચાની પસંદગી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં નવા હોદ્દેદારો પોતાનો કારભાર સત્તાવાર રીતે સંભાળશે જોકે પોતાના મનગમતા હોદ્દેદારો ન આવતા જૂથવાદમાં કહી ખુશી કહી ગમજો માહોલ જોવા મળ્યો હતો હાલ પાર્ટી એ જાહેર કરેલા હોદ્દેદારો ને તમામ આગેવાનો શુભેચ્છા પહોંચી રહ્યા છે.