Friday, March 27, 2026
HomeGujaratખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન : અખંડ રામધૂનથી લઈને...

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન : અખંડ રામધૂનથી લઈને ડાયરાનો ભવ્ય કાર્યક્રમ

મોરબી જિલ્લામાં આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય મા કનકેશ્વરીદેવીજીના સાન્નીધ્યમાં યોજાનારા આ કાર્યક્રમને લઈ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, તા.1 એપ્રિલ 2026ના રોજ યોજાનારા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવમાં સવારે 9:00 વાગ્યાથી અખંડ રામધૂનનો પ્રારંભ થશે. ત્યારબાદ બપોરે 12:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાવાની શક્યતા છે. સાંજના આધ્યાત્મિક માહોલને વધુ ઉજાગર કરવા માટે રાત્રે 9:30 વાગ્યે સંતવાણી અને ડાયરાનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે તેમજ વિખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ પોતાના કાર્યક્રમથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. ધાર્મિક, શૈક્ષણિક અને ગૌસેવા જેવા વિવિધ સેવાકીય કાર્ય માટે જાણીતું ખોખરા હનુમાન હરિહરધામ આ પ્રસંગે ભક્તિમય રંગે રંગાઈ જશે. આયોજક સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં ઉપસ્થિત રહી લાભ લેવા ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!