રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) દ્વારા હનુમાન જયંતિ નિમિતે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાઘપર ખાતે હનુમંત મહાયજ્ઞ, સમૂહ પ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે..
શ્રી રોકડીયા હનુમાનજી મંદિર – વાઘપર(પી.) ખાતે સમસ્ત સંઘાણી પરિવાર દ્વારા આગામી તા.૧૨/૦૪/૨૦૨૫ને શનિવારના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવારના સ્નેહ મિલનનું કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનો એ સહપરિવાર મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદમાં સહભાગી થવા રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.