Saturday, January 11, 2025
HomeGujaratહેપી બર્થ ડે ટુ હળવદ...આજે હળવદની સ્થાપનાને ૫૩૬ વર્ષ પુરા

હેપી બર્થ ડે ટુ હળવદ…આજે હળવદની સ્થાપનાને ૫૩૬ વર્ષ પુરા

હળવદ અનોખો ઇતિહાસ ધરાવે છે એક સમયનું રણ સમરાગણ અને રતુબુડી માટીમાં બ્રાહ્મણોનો શૌયનો ઇતિહાસ ધરાવતા હળવદનો પાયો રાજા રાજોધરજી ઈ.સ ૧૪૮૮ વિક્રમ સવંત ૧૫૪૪ મહાવદ તેરસ મહાશિવરાત્રીને સોમવારના દિવસે નાખ્યો હતો. આજે હળવદના વસવાટને ૫૩૫ વર્ષ પૂરા કરી ૫૩૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. . હળવદનો પાયો રાજા રાજોધરજી નાખ્યો હતો. હળવદ શહેરની જગ્યાએ જંગલ હતું. ઝાલાવાડના ઝાલા રાજાઓની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં અનેક યુદ્ધ ખેલાયા હતા, શહેર ની ચારે બાજુ એ શિવાલયો અને દેવી-દેવતાઓના મંદિરો અને સુરાપુરા ના પાળીયાઓ છત્રિયો ના કારણે હળવદ એ છોટા કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે. હળવદના બ્રાહ્મણો અને લાડુ જગવિખ્યાત છે.

- Advertisement -
- Advertisement -

હળવદના વિવિધ રાજવીઓની વાત કરીએ તો હળવદ શહેરનો પાયો રાજા રાજોધરજીએ નાખ્યા બાદ હળવદના વિવિધ રાજવીઓ પણ બુદ્ધિશાળી કુશળ અને બાહોશ હતા. જેમાં રાજોધરજી, રાણોજી, માનસિહજી, ચંદ્રસિંહજી, અમરસિંહજી, મેઘરાજજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૂપસિંહજી, રણમલસિંહજી, મયુરધ્વજસિહજી જેવા અનેક પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા. સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા હળવદના લાડુ અને બ્રાહ્મણો જગવિખ્યાત છે. છોટાકાશી ભૂદેવોની નગરી તરીકે પણ હળવદ જાણીતું છે. ઝાલાવાડમાં સૌથી વધુ વધારે યુદ્ધ હળવદ ખાતે થયા હોવાનું અનુમાન છે.

ત્યારે 4000 ચોરસ ફૂટ જમીન પર ચો તરફ પથરાયેલા સતી-સુરા ની ડેરીઓ અને ખાંભીઓ તેની ગવાઇ પૂરી રહી છે 19મીના ઉતરાધૅમ થયેલી ગણતરી મુજબ હળવદમાં 400 પાળીયાઓ પૈકી 200 જેટલા પાળીયા તેમ જ 100 થી વધુ સતિ સુરાની દેરીઓ ફક્ત રાજીયેર વિસ્તારમાં મોજુદ છે, ઉપરાંત વિવિધ શહેરની શાળાઓ મેદાનો શેરીઓ ગલીના નાકે તેમ જ સીમાડાની બહાર જ્યાં નજર દોડાવો ત્યાં શૂરવીરોની મર્દાનગી ગવાય આપતા પાળીયાઓ આજે પણ નજરે પડે છે. હળવદ 500 વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું છે.હળવદ ફરતો કિલો અને ગઢ આવેલો છે જે આજે પણ આ ગઢને છ દરવાજા છે જેમાં ધાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો ,દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તથા શક્તિની બારી (તળાવ દરવાજો) આજે પણ મોજુદ છે. હળવદમાં મધ્ય આવેલું અને સાતસો એકરના ફેલાવો ધરાવતું સામતસર સરોવર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે ઈ.સ ૧૭૦૯ માં રાજા જશવંતસિંહજીએ સામંતસર તળાવના કિનારે એક દાંડિયા મહેલ બંધાવ્યો હતો જે આજે પણ મોજુદ છે અને આ મહેલ થકી હળવદની આગવી ઓળખ થઈ રહી છે ચાર અક્ષરના બનેલા હળવદ શહેર પોતાના ખોળામાં અનેક ઇતિહાસને સમાવીને બેઠું છે આ ગામના વડની શાખાઓ વિશ્વભરમાં પોતાની છાયા પાથરી જગતને ગામના ખમીર ખંતના દર્શન કરાવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!