હર હર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડે ગામ ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી. જે રેલી સવારે 10:00 વાગ્યે સરવડ પ્રાથમિક શાળામાંથી ગામની જુદી જુદી શેરીઓમાંથી પસાર થઈ ઉમિયાનગરના વિસ્તારથી રેલી શાળા એ પરત ફરી હતી.
મળતી માહિતી અનુસાર, દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન 2024 ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સવારે 10:00 વાગ્યે સરવડ પ્રાથમિક શાળામાંથી ગામની જુદી જુદી શેરીઓમાંથી પસાર થઈ ઉમિયાનગરના વિસ્તારથી રેલી શાળા એ પરત ફરી હતી. રેલીમાં ગામના આગેવાનો, વડીલો, પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે રેલીમાં મણીલાલ નાથાભાઈ સરડવા – તાલુકા ભાજપ પ્રમુખ, દિલીપભાઈ ભગવાનજીભાઈ ફૂલતરિયા, મહેશભાઈ મનજીભાઈ સરડવા, હિતેશભાઇ હરજીભાઈ વિરમગામા, કાંતિલાલ રતિલાલ લોદરિયા, કાંતિલાલ વાલજીભાઈ વિરમગામા, શાંતિભાઈ મગનભાઇ સરડવા અને રમેશભાઈ મહાદેવભાઈ અદ્રોજા સહિતના અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા. તેમજ રેલીને સફળ બનાવવા માટે સરવડ ગામના સરપંચ નવનીતભાઈ સરડવા એ ભારે જહેમત ઉઠાવી હતી.