મોરબીમાં મોરબીમાં સુપર માર્કેટમાં અમુક આવારા તત્વો દ્વારા ત્યાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓની ઉજવણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેને પગલે મોરબીમાં આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આ વિડીયો મીડિયામાં પ્રસારિત થતાં પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી તેના યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ આ તમામ બનાવની જાણ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને થતા તેઓએ પણ ગઈકાલે વિડીયો વાયરલ કરીને આ મામલે સ્થળની મુલાકાત લઈને આમાં સામેલ કોઈપણ ચમરબંધીના દીકરાને નહીં છોડવા માટે બાંહેધરી આપી હતી.
જે બાદ કાંતિલાલ અમૃતિયા દ્વારા સુપર માર્કેટ ખાતે પહોંચીને બનાવ સ્થળની મુલાકાત લઈને દુકાનદારો સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ દુકાનદારોને સિક્યુરિટી સ્ટાફ રાખવા માટે સલાહ આપી હતી અને મોરબી પોલીસ દ્વારા પણ આજે ઘટના છે તેનો વિડીયો વાયરલ થતાની સાથે જ કલાકોની ગણતરીમાં વીડિયોમાં દેખાતા તમામ ઈસમોની અટકાયત કરી હતી જે તમામ ઈસમો મોરબી તેમજ આજુબાજુના ગામડાઓના હોય અને વિદ્યાર્થીઓ હોય જેથી તમામના વાલીઓને પણ જાણ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ જે વિદ્યાર્થીનીઓની પજવણી થઈ રહી છે તે વિદ્યાર્થીનીઓના માતા-પિતાને પણ આ મામલે જાણ કરવામાં આવી છે જોકે હજુ સુધી વિદ્યાર્થીનીઓના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી જો કોઈ વાલી પોલીસ ફરિયાદ નોંધાવશે તો આવા તત્વો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.