“ચાર વાંસ ચોવીસ ગઝ, અંગુલ અષ્ટ પ્રમાણ તા ઉપર સુલતાન છે, ન ચૂક ચૌહાણ…” મોરબી જીલ્લાના હરીપર (કેરાળા) ગામ ખાતે બજરંગ યુવક મંડળ તથા હરીપર ગામ સમસ્ત દ્વારા લોકોને પેટ પકડીને હસાવતુ હાસ્ય કોમીક તેમજ ઐતિહાસિક નાટક નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ ૨૬-૧૦-૨૦૨૨ને બુઘવારના રોજ મોરબી જીલ્લાના હરીપર (કેરાળા) ગામ ખાતે આવેલ રામજી મંદિર ચોકમાં રાત્રે ૧૦:૦૦ કલાકે બજરંગ યુવક મંડળ તથા હરીપર ગામ સમસ્ત દ્વારા “પૃથ્વીરાજ ચૌહાણ” નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બજરંગ યુવક મંડળ તથા હરીપર ગામ સમસ્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષની જેમ હરીપર (કેરાળા) મુકામે પેટ પકડીને હસાવતુ હાસ્ય કોમીક “માલી મતવાલી” તેમજ ઐતિહાસિક નાટક પૃથ્વીરાજ ચૌહાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, જેવી રીતે પુરૂષાર્થ વિના પ્રારબ્ધ બદલાતું નથી. તેવી રીતે મહેનત વિના સફળતા મળતી નથી. તેવી રીતે આપણે સૌ સાથે મળીને ભારતીય પંચગી ઉત્સવની યાદ તાજી કરવા માટે હજારો વર્ષના ઈતિહાસમાં જવું પડશે. અને આપણા ઈતિહાસે આપણને આપ્યું છે કે માનવી નાનો છે પણ માનવીની મહાનતા મોટી છે. સંસ્કૃતિના રક્ષણ માટે તેમજ ધર્મભાવ કેળવવા માટે એક માનવી બીજા માનવીની નજીક આવીને ભાવ, પ્રેમ, સ્નેહ કરશે. તો જ ભાઇચારાનો ભાવ મળશે. તો આવો જ ભાવ કેળવવા માટે આપણે (નાટક દ્વારા) આવા જ એક ઈતિહાસની વાત કરીએ. તેમ શ્રી બજરંગ યુવક મંડળ તથા હરીપર ગામ સમસ્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું.