મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠક પરશુરામ ધામ ખાતે યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ તબિયત નાદુરસ્ત રહેવાના કારણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. ત્યારે પરશુરામ ધામ ટ્રસ્ટના સભ્યોએ તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પૂર્વ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામે મહત્ત્વપૂર્ણ વિકાસ હાંસલ કર્યો હતો. તેમનો જીવન મંત્ર હતો પરશુરામ ધામમાં નવા વિકાસના આયામ સ્થાપિત કરવાનું. હાલ તેઓની તબિયત નબળી રહેતા તેમણે ટ્રસ્ટી મંડળમાં પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા પ્રસ્તાવ મૂક્યો હતો, જે અંતે પરશુરામ ધામ ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રમુખ હસુભાઈ પંડ્યા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓ વિશાળ અનુભવ ધરાવે છે. નવનિયુક્ત પ્રમુખ તરીકે તેમની વરણી પર ટ્રસ્ટના સભ્યોએ હર્ષ વ્યક્ત કર્યો હતો અને તેમને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.